LexicVerse
Garba

આનંદ મંગલ કરું આરતી

♡ Save

આનંદ મંગલ કરું આરતી
આનંદ મંગલ કરું આરતી‚ હરિ ગુરુ સંતની સેવા‚
પ્રેમ ધરી મંદિર પધરાવું‚ સુંદર સુખડાં લેવા…
આનંદ મંગલ કરુ આરતી

રત્ન જડીત બાજોઠ ઢળાવ્યા‚ મોતી ચોક પૂરાવ્યા 
રત્ન કુંભ વત બાહર ભીતર‚ અકળ સ્વરૂપી એવા…
આનંદ મંગલ કરુ આરતી

અનહદ વાજાં ભીતર વાગે‚ આનંદ રૂપી એવા 
જેને આંગણ તુલસીનો ક્યારો‚ શાલિગ્રામની સેવા…
આનંદ મંગલ કરુ આરતી

સંત મળે તો મહાસુખ પામું‚ ગુરુજી મળે તો મેવા 
ત્રિભુવન તારણ ભગત ઉધારણ‚ પ્રગટ્યા દરશન દેવા…
આનંદ મંગલ કરુ આરતી

અડસઠ તીરથ ગુરુજી ને ચરણે‚ ગંગા જમના રેવા 
કહે પ્રીતમ ઓળખ અણસારો‚ હરિના જન હરિ જેવા…
આનંદ મંગલ કરુ આરતી

Related Lyrics

આદ્ય શક્તિ તુજને નમુ રે બહુચરા ગણપત લાગુ પાય

તું કાળી ને કલ્યાણી રે મા

માં તારો ગરબો ઝાકમઝોળ

અદકા અજવાળા એની આંખમાં રે લોલ