આવો સખીયો આવો માને મોતીડે વધાવો
મોતીડે વધાવો માને ફુલડે વધાવો…આવો સખીયો આવો…
આંગણીયા લીપી લીપીને ચંદરવો બન્ધાવો
ધૂપ દીપ પ્રગટાવી માંની આરતી ઉતારો
આરતી ઉતારો માંની આરતી ઉતારો…આવો સખીયો આવો…
કોટડાપીઠા ગામથી માં ભગવતી પધાર્યા
નવરંગી ચુંદડી માંને ઓઢાડો
ચૂંદડી ઓઢાળો માંને ચૂંદડી ઓઢાળો…આવો સખીયો આવો…
આરાસુર ગામથી માં અંબા પધાર્યા
લાલ લીલી ચૂડલી માંને ધરાવો
ચૂડલી ધરાવો માંને ચૂડલી ધરાવો…આવો સખીયો આવો…
દડવા ગામથી માં રાંદલ પધાર્યા
શ્રીફળની જોડ માંને ધરાવો
શ્રીફળ ધરાવો માંને શ્રીફળ ધરાવો…આવો સખીયો આવો…