સુકાણી જીવનની વેલી,
ચાલો મિત્રો!અલ્લાબેલી.
મોટા મનથી માફ કરી દો,
વિસરી જાજો વેળ વિતેલી.
રે’વા દો,ખણશો ના જખ્મો,
નીકળશે વાતો સંઘરેલી.
સાચા શબ્દો કોણ સ્વીકારે!
અહમ સવારી શીશ ચડેલી.
“નાઝિર” બોલ્યે ધ્યાન ન દેશો,
ઘેલાની વાતો છે ઘેલી.સુકાણી જીવનની વેલી,
ચાલો મિત્રો!અલ્લાબેલી.
મોટા મનથી માફ કરી દો,
વિસરી જાજો વેળ વિતેલી.
રે’વા દો,ખણશો ના જખ્મો,
નીકળશે વાતો સંઘરેલી.
સાચા શબ્દો કોણ સ્વીકારે!
અહમ સવારી શીશ ચડેલી.
“નાઝિર” બોલ્યે ધ્યાન ન દેશો,
ઘેલાની વાતો છે ઘેલી.