LexicVerse
Ghazal

મને કંઇ ખબર નથી

✍Nazir Dekhaiya
♡ Save
કરતો’તો કોઈ વાત મને કંઇ ખબર નથી,
ક્યારે થયું પ્રભાત મને કંઇ ખબર નથી.

આ તો તમે કહ્યું મને ત્યારે ખબર પડી;
કરતો’તો આપઘાત મને કંઇ ખબર નથી.

હું ભોગવી ચૂક્યો છું મને એ જ ખ્યાલ છે,
ક્યાં ગઈ એ કાયનાત મને કંઇ ખબર નથી.

ચાહું છું એટલું કે તદારુપ થાઉં હું,
મારી છે શી વિસાત મને કંઇ ખબર નથી.

‘નાઝિર’ને છે ખબર કે અમર તારી જાત છે;
બાકી છે કોની જાત મને કંઇ ખબર નથી.

Related Lyrics

दर्द-ए- दिल अपना सुना कर मुझे क्या लेना है

બે ડગલાં આગળ છે

Nazir Dekhaiya

ન અણધાર્યું કરી બેસે!

Nazir Dekhaiya

છેલ્લી ઘડી

Nazir Dekhaiya