LexicVerse
વ્યથાનાં તેં આપ્યાં જો ચોધાર આંસુ,
ખુશીનાં ય આપી જો બે-ચાર આંસુ.

વિચાર્યું છે રડનાર !રડતાં પહેલાં
જશે ક્યાં બિચારાં નિરાધાર આંસુ?

જરા વાત માટે કાં હદપાર કીધાં ?
નથી એટલાં તો ગુનેગાર આંસુ!

સમય કેવો આવ્યો,બધાં છોડી ચાલ્યાં ?
બનીને રહ્યાં એક વફાદાર આંસુ.

ખુશી યા ગમી ઉદ્ભવે છે હૃદયમાં,
તો આપે છે પહેલા સમાચાર આંસુ.

નથી કાંઈ કહેવાની ‘નાઝિર!’જરૂરત,
બતાવે છે તારો જીવનસાર આંસુ.

(સૂનાં સદન )

Related Lyrics

दर्द-ए- दिल अपना सुना कर मुझे क्या लेना है

બે ડગલાં આગળ છે

Nazir Dekhaiya

ન અણધાર્યું કરી બેસે!

Nazir Dekhaiya

છેલ્લી ઘડી

Nazir Dekhaiya