બહાનું મળી જો જાય મજાનું તો શું કરું?
સામે જ ઘર મળે જો ખુદાનું તો શું કરું?
રાખું છું સતત ખ્યાલ વગોવાઈ જાઓ ના-
પણ દિલ જો બની જાય દીવાનું તો શું કરું?
હું તો ગળે લગાડું નહીં કોઈ દી બલા,
દિલને વ્યસન જો થાય વ્યથાનું તો શું કરું?
મારે ઠરીને ઠામ ક્યાં થાવું હતું કદી!
ઈજન મળે જો તારી સભાનું તો શું કરું?