LexicVerse
Ghazal

મીટ માંડે છે

✍Nazir Dekhaiya
♡ Save
ધીરેથી વાત છેડીને વદન પર મીટ માંડે છે,
વીંઝીને વીંઝણો કોઇ અગન પર મીટ માંડે છે.

ખુદા યા, ખેર ચાહું છું સિતારા–ચાંદ–સૂરજની ,
અગન ઝરતાં નયન આજે ગગન પર મીટ માંડે છે.

ભલા એ કાફલો મંઝિલ ઉપર પહોંચી શકે ક્યાંથી?
પ્રથમથી જે નજીવા અપશુકન પર મીટ માંડે છે.

ઠરીને ઠામ થાવાનું નથી ઠેકાણું બુલબુલને;
પ્રથમથી પારધી એના સદન પર મીટ માંડે છે.

હજુ પર શું કસર બાકી રહી ગઈ જુલ્મ કરવામાં?
જનાજા પાસે આવીને કફન પર મીટ માંડે છે.

જગતની દ્રષ્ટિએ ‘નાઝિર‘ નિહાળે છે ફકત તમને;
હકીકતમાં તો એ ચૌદે ભુવન પર મીટ માંડે છે.

Related Lyrics

दर्द-ए- दिल अपना सुना कर मुझे क्या लेना है

બે ડગલાં આગળ છે

Nazir Dekhaiya

ન અણધાર્યું કરી બેસે!

Nazir Dekhaiya

છેલ્લી ઘડી

Nazir Dekhaiya